વલસાડ માં મહિલાઓ માટે શ્રી વિદ્યામૃત વર્ષણી પાઠશાળા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેને લઇને મહિલાઓ ને પ્રોત્સાહન મળે તે હેતુ થી કાર્યક્રમ યોજવામાં આવે છે. જેને લઇને ગતરોજ વુમન્સ ડે નિમિત્તે, શ્રી વિદ્યામૃત વર્ષણી પાઠશાળા દ્વારા “વુમન્સ હેલ્થ સેલીબ્રેશન” નો કાર્યક્રમ તા. 13 માર્ચ 2021, ના રોજ માણવા મા આવ્યો હતો. “સ્ત્રી સશક્ત તો દેશ સશક્ત “, અને સ્ત્રી ને સશક્ત હોવા માટે, તેનુ સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે. હોરમોન્સ મા થતાં ફેરફાર ના કારણે બહેનો એ નિયમીત ચેકઅપ કરાવવું જરૂરી છે. આ હેતુ થી શ્રી વિદ્યામૃત વર્ષણી પાઠશાળા ની ટીમે દીક્ષીત હોસ્પિટલ ના સહયોગથી “હેલ્થ ચેક અપ કેમ્પ” નુ આયોજન કર્યું હતું. જેમા રજીસ્ટ્રેશન કરાવે તે મહીલા ને હીમોગ્લોબીન અને બોન મીનરલ ડેન્સીટી ના ટેસ્ટ નિઃશુલ્ક કરવા મા આવ્યા હતા. ઉપરાંત થાઈરોઈડ નો ટેસ્ટ ફક્ત 50રૂ મા કરવા મા આવ્યો હતો. કૂલ 84 મહીલા ઓએ આ સેવા નો લાભ મેળવ્યો હતો. દીક્ષીત હોસ્પિટલ ના ડો.આશા દીક્ષીત અને ડો.પરીક્ષીત સાવલીયા એ એક સંવાદ રૂપે મેનોપોઝ તથા બ્રેસ્ટ કેન્સર અને સરવાયકલ કેન્સર વિષે માહિતી આપી હતી. શ્રીમતી. નિધિ ભટ્ટ તથા ડો. નાઈલ દેસાઈ આ કાર્યક્રમ ના મુખ્ય સંચાલક હતા. ડો. અલકા જોષી તથા શ્રીમતી મિતાલી પટેલ એ કાર્યક્રમ ના સંચાલનમાં યોગ્ય સહકાર આપ્યો હતો.